Wednesday, 26 April 2017

MARRIAGE માટે સહાય


MARRIAGE માટે સમાજ કલ્યાણ ખાતા તરફ થી વિક્લાંગ ભાઈઓ બહેનો ને સહાય આપવામા 

આવે છે . આ માટે નીચે ક્લીક કરો .
 

S.T.BUS HANDICAP GR

એસ ટી બસ પાસ ઓળખકાર્ડ


વિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના

વિકલાંગ વ્યક્તિઓ, બાળકોને તબીબી સારવાર, સામાજિક કામો પર જવા,અભ્યાસ અર્થે તથા અન્ય કામે કરવી પડતી બસની મુસાફરી ખર્ચમાં આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.જે દ્વારા તેઓ ગુજરાત રાજ્યની હદમાં એસ.ટી.નિગમ ની બસોમાં મફત મુસાફરી કરી શકે છે.
એસ.ટી.માં મફત મુસાફરી કરવાની પાત્રતા
  • વિકલાંગ વ્યકિતએ વિકલાંગ ઓળખકાર્ડ કઢાવેલ હોવું જોઈએ.
  • ૪૦ % કે તેથી વધુ વિકલાંગ હોવી જોઈએ.
  • ૧૦૦ % દ્રષ્ટિહીન વ્યકિતને.
  • ૧૦૦ % શ્રવણમંદ વ્યકિતને.
  • ૭૦ % કે તેથી ઓછો બુધ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યકિત.
  • ગુજરાત રાજયના કાયમી વસવાટ હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ વિકલાંગ વ્યક્તિઓ માટે રૂ. ૨,૫૦,૦૦૦/- જ્યારે સરકારી/અર્ધ સરકારી/ ગ્રાન્ટ ઇન એઇડ સસ્થાનાં કર્મચારીઓ માટે પણ રૂ. ૨,૫૦,૦૦૦/- આવક મર્યાદા નક્કી કરવામા આવેલ હતી ,જે હવે રદ કરવામા આવેલ છે .
વિકલાંગ વ્યકિત સાથે સાથીદારને એસ.ટી.માં મળવાપાત્ર રાહત
  • ૭૫ % કે તેથી વધુ શારીરીક વિકલાંગતા ધરાવતી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત.
  • દ્રષ્ટિહીન વ્યકિતના સાથીદારને એસ.ટી.માં ૧૦૦ % રાહત.
  • મંદબુધ્ધિવાળી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત આપવામાં આવે છે.
વિકલાંગ ઓળખકાર્ડ ખોવાઈ જાય કે રદ કરવા પાત્ર થતા ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા અંગે
  • વિકલાંગ ઓળખકાર્ડ ગુમ થયાથી સાદા કાગળ પર અરજી કરવાથી મળી રહેશે.
  • રદ કરવા પાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.
જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરી, ને સંપૂર્ણ વિગતો સાથે અરજીપત્રક રજુ કરતા મફત મુસાફરી પાસ ઈસ્યુ કરવામાં આવે છે.







dag bahavnagar

dag