વિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના |
|
વિકલાંગ વ્યક્તિઓ, બાળકોને તબીબી સારવાર, સામાજિક કામો પર જવા,અભ્યાસ અર્થે તથા અન્ય કામે કરવી પડતી બસની મુસાફરી ખર્ચમાં આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.જે દ્વારા તેઓ ગુજરાત રાજ્યની હદમાં એસ.ટી.નિગમ ની બસોમાં મફત મુસાફરી કરી શકે છે. |
એસ.ટી.માં મફત મુસાફરી કરવાની પાત્રતા |
- વિકલાંગ વ્યકિતએ વિકલાંગ ઓળખકાર્ડ કઢાવેલ હોવું જોઈએ.
- ૪૦ % કે તેથી વધુ વિકલાંગ હોવી જોઈએ.
- ૧૦૦ % દ્રષ્ટિહીન વ્યકિતને.
- ૧૦૦ % શ્રવણમંદ વ્યકિતને.
- ૭૦ % કે તેથી ઓછો બુધ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યકિત.
- ગુજરાત રાજયના કાયમી વસવાટ હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ વિકલાંગ વ્યક્તિઓ માટે રૂ. ૨,૫૦,૦૦૦/- જ્યારે સરકારી/અર્ધ સરકારી/ ગ્રાન્ટ ઇન એઇડ સસ્થાનાં કર્મચારીઓ માટે પણ રૂ. ૨,૫૦,૦૦૦/- આવક મર્યાદા નક્કી કરવામા આવેલ હતી ,જે હવે રદ કરવામા આવેલ છે .
|
વિકલાંગ વ્યકિત સાથે સાથીદારને એસ.ટી.માં મળવાપાત્ર રાહત |
- ૭૫ % કે તેથી વધુ શારીરીક વિકલાંગતા ધરાવતી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત.
- દ્રષ્ટિહીન વ્યકિતના સાથીદારને એસ.ટી.માં ૧૦૦ % રાહત.
- મંદબુધ્ધિવાળી વ્યકિતના સાથીદારને ૫૦ % રાહત આપવામાં આવે છે.
|
વિકલાંગ ઓળખકાર્ડ ખોવાઈ જાય કે રદ કરવા પાત્ર થતા ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા અંગે |
- વિકલાંગ ઓળખકાર્ડ ગુમ થયાથી સાદા કાગળ પર અરજી કરવાથી મળી રહેશે.
- રદ કરવા પાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.
|
જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરી, ને સંપૂર્ણ વિગતો સાથે અરજીપત્રક રજુ કરતા મફત મુસાફરી પાસ ઈસ્યુ કરવામાં આવે છે. |
No comments:
Post a Comment